Lok Adalat

સત્ય નો અવાજ Mehsana

Updated:

મહેસાણા જિલ્લામાં તા.૧૨ જુલાઈ ૨૦૨૫ ના રોજ નેશનલ લોક અદાલત યોજાઈ

આ નેશનલ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડન્ટ કલેઈમ પીટીશન, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ચેક રીર્ટનના કેસો, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાનલાયક કેસોનો નિકાલ કરવામાં આવ્યા હતા. 

 

આ લોક અદાલતમાં ૯૫ મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી રૂા. ૬,૧૩,૬૦,૫૦૦/-નો વળતરનો હુકમ કરવામાં આવ્યો હતો તેમજ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ચેક રીર્ટનના ૨૦૫૩ કેસોનો નિકાલ કરવામાં આવ્યા હતા. નેશનલ લોક અદાલતમાં પક્ષકારો તથા વકીલશ્રીઓના સહયોગથી કુલ રૂા. ૨૨,૩૦,૪૧,૩૬૭.૦૭ સમાધાનની રકમ દ્વારા કુલ- ૧૧૪૪૬ કેસો નિકાલ કરવામાં આવ્યો હતો.

 

આ લોક અદાલતમાં એ. એલ. વ્યાસના માર્ગદર્શનથી અને શ્રી આઈ. કે. જાંગડના સહકારથી તેમજ એ. એસ. પાંડેના પ્રયત્નથી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટના ચેક રીર્ટનના બે કેસોમાં પક્ષકારો વચ્ચે રૂા. ૪,૨૧,૯૪,૨૪૨/- અને રૂા. ૪,૯૭,૦૦,૦૦૦/-ની માતબર રકમના સુખદ સમાધાન કરવામાં આવ્યું તેમજ આ નેશનલ લોક અદાલતમાં ખૂબ જુના કુલ ૧૨૮ ટાર્ગેટેડ કેસો પણ નિકાલ કરવામાં આવ્યા હતા.

 

સમગ્ર રાજયમાં આ નેશનલ લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના તમામ ન્યાયાધીશઓ, કર્મચારીઓ તથા મહેસાણા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલટાઈમ સેકેટરી શ્રી આઈ. કે. જાંગડ એ ખૂબ જ જહેમત ઉઠાવેલ..

Share this news

More news