Mehsana District Megistrate

Maru Mehsana મહેસાણા

અપડેટ:

મહેસાણા જિલ્લામાં જાહેર સ્થળોએ ચારથી વધુ વ્યક્તિઓના એકત્રીકરણ પર પ્રતિબંધ – અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનો જાહેરનામું પ્રસિદ્ધ

ગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ ની કલમ–૩૭(૩) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહેસાણા શ્રી જશવંત કે. જેગોડા દ્વારા મહેસાણા જિલ્લાના તમામ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સુલેહ-શાંતિ ભંગ ન થાય તે હેતુસર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ તા.૨૯/૦૧/૨૦૨૬ ના ૦૦:૦૦ કલાકથી તા.૧૨/૦૨/૨૦૨૬ ના ૨૪:૦૦ કલાક સુધી (બંને દિવસો સહિત) સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ મંજૂરી વિના જાહેર સ્થળોએ ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થવા, કોઈ સભા યોજવા અથવા બોલાવવા તેમજ રેલી કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

આ પ્રતિબંધ સરકારી ફરજ પર હાજર વ્યકિતઓ, લગ્નના વરઘોડા તથા સ્મશાન યાત્રા માટે લાગુ પડશે નહીં.

જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અથવા તેમાં સહાય કરનાર શખ્સ સામે ગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ ની કલમ–૧૩૫(૩) તથા ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ ની કલમ–૨૨૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેથી ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીઓને ગુનો દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

બીજા સમાચાર