Bhadarvi Punam Bahucharaji

સત્ય નો અવાજ Mehsana

Updated:

બહુચરાજી ખાતે ભાદરવા સુદ-પૂનમના રોજ ચંદ્રગ્રહણ હોવાથી સાંજની આરતી, પાલખીના સમયમાં ફેરફાર

શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ-પૂનમ, તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ ચંદ્રગ્રહણ હોવાના કારણે સાંજની આરતી, પાલખી વગેરેના સમયમાં ફેરફાર કરવામાં આવનાર છે. જે અનુસાર બહુચર માતાના મંદિર ખુલવાનો સમય સવારે ૫:૦૦ કલાકનો રહેશે. 

પ્રાંત : મંગળા આરતી - સવારે ૬:૩૦ કલાકે, રાજભોગ આરતી - સવારે ૧૦:૩૦ કલાકે, માતાજીની સાંજની આરતી - બપોરે ૨:૩૦ કલાકે, માતાજીની પાલખીની પૂજા - સાંજે ૪ :૦૦ થી ૪:૩૦ વાગ્યા સુધીમાં કરવામાં આવશે. સાંજે ૪:૩૦ વાગે માતાજીની પાલખી નિજ મંદિરથી નિકળી પરત ફર્યા બાદ મંદિર દર્શન સાંજે ૬:૦૦ વાગે બંધ કરવામાં આવશે. 

બીજા દિવસે નિત્યક્રમ પ્રમાણે મંદિર સવારે ૫:૦૦ વાગે ખુલશે. એમ શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ ની અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this news

More news