અપડેટ:
દિવાળીના પર્વે મહેસાણા SP દ્વારા નાગલપુર સ્થિત વૃદ્ધાશ્રમમાં રહેતા 75થી વધુ વડીલો સાથે તહેવારની ખુશીઓ વહેંચવામાં આવી હતી. SP સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વડીલો સાથે ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી.
દિવાળી એટલે ખુશીઓ, પ્રેમ અને એકબીજા સાથે આનંદ વહેંચવાનો તહેવાર. આ પર્વે મહેસાણા SP દ્વારા એક સરાહનીય પહેલ કરીને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મહેસાણાના નાગલપુર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમમાં દિવાળીના અવસરે ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેસાણા SP સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વૃદ્ધાશ્રમમાં રહેતા 75થી વધુ વડીલો સાથે અધિકારીઓએ દિવાળીની ખુશીઓ વહેંચી હતી. આ દરમિયાન વડીલો સાથે ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
પરિવારથી દૂર રહેતા વડીલો માટે દિવાળી જેવા તહેવારોમાં એકલતા અનુભવવી સ્વાભાવિક છે. ત્યારે મહેસાણા SPની આ મુલાકાતે વડીલોના જીવનમાં ખુશીની કેટલીક યાદગાર ક્ષણો ઉમેરી હતી.
આ પહેલ દ્વારા સમાજમાં વડીલો પ્રત્યે સન્માન, લાગણી અને માનવતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.