Updated:
ITR ફાઈલ કરવાની તારીખમાં એક દિવસનો વધારો
આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની મુદત હવે એક દિવસ વધારવામાં આવી છે. અગાઉ 15 સપ્ટેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ હતી, પરંતુ હવે કરદાતાઓ માટે 16 સપ્ટેમ્બર સુધી સમય ઉપલબ્ધ રહેશે.
આ નિર્ણયથી કરદાતાઓને રાહત મળશે, ખાસ કરીને તેઓને જેઓ છેલ્લા દિવસે સર્વર સંબંધિત મુશ્કેલીઓ કે અન્ય ટેકનિકલ કારણોસર રિટર્ન ફાઈલ કરી શક્યા ન હતા. હવે એક દિવસનો વધારાનો સમય મળતાં હજારો કરદાતા પોતાનો રિટર્ન સમયસર ફાઈલ કરી શકશે.