અપડેટ:
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય:
ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર,
હવે નવરાત્રી પછી યોજાશે,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે,
અગાઉ 11 થી 20 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાનારી આ પરીક્ષા હવે 3 થી 13 ઓક્ટોબર, 2025 દરમિયાન લેવાશે,
આ ફેરફાર શૈક્ષણિક સંઘોની રજૂઆત અને સરકારની મંજૂરી બાદ કરવામાં આવ્યો છે,
તેમજ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ પૂછવામાં આવશે.